આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દેશમાંથી જે ધન લઇ ગયા તે તમને પચ્યું પણ. હવે તમે તેમ કરશો તે નહીં ફાવે. તમે હિંદુસ્તાનનું સિપાઈગરું કરવાની ઈચ્છા રાખો તો રહી શકાય તેવું છે. તમારે અમારી સાથે વેપારની લાલચ છોડવી. તમે જે સુધારાની હિમાયત કરો છો તેને અમે કુધારો જાણીએ છીએ. અમારા સુધારાને અમે તમારા કરતાં અત્યંત ચઢિયાતો માનીએ છીએ. તેમ તમને સૂઝી આવે તો તમારો લાભ છે. તેમ તમને ન સૂઝે તો પણ તમારી જ કહેવત પ્રમાણે તમારે અમારા દેશમાં દેશી થઇને રહેવું જોઈશે. તમારાથી અમારા ધર્મને બાધ આવે તેમ ન થવું જોઈએ. તમારો ધર્મ છે કે, તમારે રાજ્યકર્તા હોઈ હિંદુના માનને ખાતર ગાયના માંસનો આહાર છોડવો અને મુસલમાનના માનને ખાતર તમારે બૂરા જનાવરનો આહાર છોડવો. અમે દબાયેલા તેથી બોલી શક્યા નથી, પણ

૨૦૨