આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અમારી લાગણી નથી દુખાઈ એમ તમારે સમજવાનું નથી. અમે સ્વાર્થ કે બીજા ભયથી તમને કહી નથી શક્યા, પણ હવે કહેવું એ અમારી ફરજ છે. તમે સ્થાપેલી નિશાળો અને અદાલતો કંઈ કામની નથી એમ અમે માનીએ છીએ. તેને બદલે અમારી અસલી અદાલતો ને શાળાઓ હતી તે અમારે જોઈશે.

હિંદુસ્તાનની ભાષા અંગ્રેજી નથી પણ હિંદી છે. તે તમારે શીખવી ઘટશે ને અમે તો તમારી સાથે વ્યવહાર અમારી જ ભાષામાં રાખી શકીશું.

તમે રેલવે અને સોલ્જરોમાં અખૂટ પૈસા વાપરો છો તે અમે દેખી શકતા નથી, તેની અમને જરૂર નથી જણાતી. રશિયાની બીક તમને હશે, અમને નથી. તે આવશે ત્યારે અમે જોઈ લઈશું; તમે હશો તો આપણે સાથે જોઈ લઇશું. અમારે વિલાયતી કે યુરોપી કાપડ ન જોઇએ. આ

૨૦૩