આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દેશમાં પેદા થયેલી વસ્તુઓથી અમે ચલાવી લઇશું. તમારાથી એક આંખ માંન્ચેસ્ટર ઉપર ને બીજી અમારી ઉપર, એમ નહીં પરવડે. તમારો અને અમારો એક જ સ્વાર્થ છે એમ તમે વર્તો ત્યારે સાથ ચાલી શકે.

તમારી સાથે આ વાત તોછડાઈથી નથી કરી. તમારી પાસે હથિયારબળ છે, નૌકાસૈન્ય ભારે છે. તેની સામે અમે તેવા જ બળથી નહીં લડી શકીએ. પણ જો અમને ઉપલી વાત કબૂલ નહીં હોય તો અમે તમારી સાથે નહીં રમીએ. તમારી મરજીમાં આવે તો અને બને તો તમે અમને કાપજો; મરજીમાં આવે તો તોપે ઉડાવજો. અમને જે પસંદ નથી તે તમે કરો તેમાં અમે તમને મદદ નથી કરવાના, ને અમારી મદદ વિના તમારાથી ડગ ભરી શકાય તેમ નથી.

આ વાત તમે તમારી સત્તાના મદમાં હસી કાઢશો એવો સંભવ છે. આજકાલમાં

૨૦૪