આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તમારું હસવું મિથ્યા છે એમ તો તમને વખતે નહીં દેખાડી શકાય, પણ જો અમારામાં દમ હશે તો તમે જોશો કે તમારો મદ નકામો છે ને તમારું હસવું વિપરીત બુધ્ધિની નિશાની હતું.

અમે તો માનીએ છીએ કે તમે હાડે ધર્મી પ્રજાના માણસ છો. અમે તો ધર્મસ્થાનમાં જ વસી છીએ. તમે ને અમે કેમ સાથે થયા તે વિચારવું ફોકટ છે. પણ આપણા સંબંધનો આપણે બંને સદુપયોગ કરી શકીએ છીએ.

તમે હિંદમાં આવનાર અંગ્રેજો તે અંગ્રેજી પ્રજાનો ખરો નમૂનો નથી. તેમ અમે અર્ધા અંગ્રેજ જેવા બનેલા હિંદીઓ પણ ખરી હિંદી પ્રજાનો નમૂનો કહેવાઈ શકતા નથી. અંગ્રેજી પ્રજા જો બધું સમજે તો તમારા કાર્યની સામે થાય. હિંદી પ્રજાએ તો તમારી સાથે સંબંધ થોડો જ રાખ્યો છે. તમે જો તમારો સુધારો જે કુધારો છે,

૨૦૫