આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

(૯) જે ધાનાઢ્ય હશે છતાં પોતાના પૈસાની દરકાર રાખ્યા વિના જે મનમાં છે તે જ બોલશે ને ચમરબંધીની પરવા નહીં રાખે.

(૧૦) જે ધનાઢય હોઈ પોતાનો પૈસો રેંટિયો સ્થાપવામાં વાપરશે ને પોતે માત્ર સ્વદેશી માલ પહેરી, વાપરી બીજાને ઉત્તેજન આપશે.

(૧૧) બધા હિંદી સમજશે કે આ સમય પશ્ચાતાપનો, પ્રાયશ્ચિતનો, શોકનો છે.

(૧૨) બધા સમજશે કે અંગ્રેજોનો દોષ કાઢવો તે વ્યર્થ છે. તેઓ આપણે વાંકે આવ્યા, આપણે વાંકે રહ્યા છે ને આપણો વાંક દૂર થયે જશે કે બદલાશે.

(૧૩) બધા સમજશે કે શોકદશામાં મોજશોખ હોઈ ન શકે; જ્યાં સુધી

૨૧૦