આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

वाचकः

તમારું આ વાક્ય મને પસંદ પડ્યું છે. તેથી મને જે ઠીક લાગે તે બોલવાની હિંમત આવી છે. હજુ મારી એક શંકા રહી ગઇ છે. કૉંગ્રેસની શરૂઆતથી સ્વરાજનો પાયો, તે કેમ?

अधिपतिः

જુઓ; કૉંગ્રેસે જુદા જુદા ભાગમાં હિંદીઓને એકઠા કરી તેઓને 'એક પ્રજા છીએ' એવો જુસ્સો આપ્યો. કૉંગ્રેસની ઉપર સરકારની કરડી નજર રહેતી હતી. કૉંગ્રેસે હંમેશાં મહેસૂલ સંબંધી હક પ્રજાને હોવો જોઇએ એવી માગણી કરી છે. જેવું કૅનેડામાં સ્વરાજ છે તેવું કૉંગ્રેસે હંમેશાં ઇચ્છ્યું છે. તેવું મળે કે ન મળે, તેવું જોઇએ કે ન જોઇએ, તેના કરતાં બીજું વધારે સરસ છે કે નહીં, એ સવાલ જુદો છે. મારે બતાવવાનું તો એટલું જ છે કે કૉંગ્રેસે સ્વરાજનો રસ હિંદને ચખાડ્યો. બીજા

૧૩