આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આપણને ચેન નથી ત્યાં સુધી આપણે જેલમાં કે દેશપાર હોઈએ તે ઠીક છે.

(૧૪) બધા હિંદી સમજશે કે આપણે લોકોને સમજાવવાને ખાતર જેલમાં ન જવાય તેવી સાવચેતી રાખવી એ તદ્દન મોહ છે.

(૧૫) સહુ સમજશે કે કહેવા કરતાં કરવાની અસર અજબ થાય છે; નીડર થી જે મનમાં છે તે બોલવું જ ને તે બોલતાં પરિણામ આવે તે સહેવું; ત્યારે તો આપણે આપણા બોલવાની છાપ પાડી શકીએ.

(૧૬) બધા હિંદી સમજશે કે આપણે દુઃખ સહન કરીને જ બંધન છોડાવી શકીશું.

(૧૭) બધા હિંદી સમજશે કે આપણે જે પાપ અંગ્રેજોને તેમના સુધારામાં ઉત્તેજન આપીને કર્યું છે તેનું નિવારણ કરવા દેહાંત લગી આંદામાનમાં રહીએ તો જરાયે વધારે પડતું નથી થયું.

૨૧૧