આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

अधिपतिः

તમે વળી ભૂલ્યા. સૌની સાથે મારે ને તમારે પરવા નથી. 'આપ આપકી ફોડિયો, મેં મેરી સમાલતા હું' એ સ્વાર્થવચન ગણાય છે. પણ તે પરમાર્થવચન છે. હું મારું ઉજાળીશ તો જ બીજાનું કરીશ.મારું કર્તવ્ય મારે કરી લેવું તેમાં બધી કાર્યસિધ્ધિ આવે છે.

તમને છોડ્યા પહેલાં વળી હું કઃઈ જવાની રજા લઉં છું -

(૧) સ્વરાજ તે આપણા મનનું રાજ્ય છે.

(૨) તેની ચાવી સત્યાગ્રહ, આત્મબળ કે દયાબળ છે.

(૩) તે બળ અજમાવવા સર્વથા સ્વદેશી પકડવાની જરૂર છે.

(૪) જે આપણે કરવા માગીએ છીએ તે અંગ્રેજની ઉપર દ્વેષભાવે નહીં, તેમને દંડ કરવા ખાતર નહીં, પણ તેમ કરવું એ

૨૧૩