આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હિન્દ સ્વરાજ

ને પોતે નાબૂદ થાય છે ત્યારે ઝાડ જમીન ઉપર જોવામાં આવે છે. તેમ કૉંગ્રેસને વિશે સમજજો. જેને તમે ખરી જાગૃતિ ગણો છો તે તો બંગાળાના ભાગલાથી થઈ. તેને સારુ આપણે લૉર્ડ કર્ઝનનો આભાર માનવો પડશે. બંગાળાના ભાગલા વખતે બંગાળીઓએ કર્ઝન સાહેબને બહુ વીનવ્યા પણ તેઓ સાહેબ પોતાની સત્તાના અભિમાનથી બેદરકાર રહ્યા. તેમણે માની લીધું કે હિંદીઓ માત્ર બકવાદ કરશે; બાકી તેઓનાથી કંઈ જ થવાનું નથી. તેમણે અપમાનભરેલી ભાષા વાપરી ને મરડી મચડીને બંગાળાના વિભાગ કર્યા. તે દહાડેથી અંગ્રેજ રાજ્યના વિભાગ થયા એમ ગણી શકાય છે .બંગાળાના ભાગલાથી જે ધક્કો અંગ્રેજી સત્તાને પહોંચ્યો છે તે ધક્કો બીજા કોઈ પણ કાર્યથી નથી પહોંચ્યો. આનો અર્થ એમ નથી કે, બીજા ગેરઇન્સાફો થયા છે તે કંઇ ભાગલાથી ઊતરતા હતા. નિમકવેરો એ

૧૬