આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



હિન્દ સ્વરાજ

अधिपति :

આ વાત મહા ભૂલભરેલી છે. જો પાર્લમેન્ટ વાંઝણી ન હોય તો આમ થવું જોઈએ : લોકો તેમાં સરસમાં સરસ મેમ્બરોને ચૂંટીને મોકલે છે. મેમ્બરો વગર પગારે જાય છે, એટલે લોકકલ્યાણને સારુ જવા જોઈએ. લોકો પોતે કેળવાયેલા ગણાય છે. એટલે ભૂલ ન કરે એમ આપને માનવું જોઈએ. આવી પાર્લમેન્ટને અરજી ન ઘટે, તેની ઉપર દાબ ન ઘટે. તે પાર્લમેન્ટનું કામ એવું સરળ હોવું જોઈએ કે દહાડે દહાડે તેનું તેજ વધારે દેખાય ને લોકોની ઉપર તેની અસર થતી જાય. તેને બદલે આટલું તો સૌ કબૂલ કરે છે કે પાર્લમેન્ટ મેમ્બરો આડંબરિયા અને સ્વાર્થી જોવામાં આવે છે. સૌ પોતાનું ખેંચે છે. માત્ર ધાસ્તીને લીધે જ પાર્લમેન્ટ કંઈ કામ કરે છે. આજ કર્યું હોય તે કાલે રદ કરવું પડે છે. એક પણ વસ્તુ આજ

૩૩