આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કાગળો લખતા ત્યારે ખસૂસ ખેપિયો જતા અને બહુ ખરચે તેવું બની શકતું. આજ મારે કોઈને ગાળ ભાંડવાનો કાગળ લખવો હોય તો એક દોઢિયે હું ગાળ કાઢી શકું છું. કોઈને મારે શાબાશી આપવી હોય તો તે પણ હું તેટલી જ કિંમતે પહોંચાડી શકું છું; આ સુધારાની નિશાની છે. અગાઉ માણસો બેથી ત્રણ વખત ખાતા ને તે પણ હાથે પકાવેલી રોટી ને થોડી તરકારી હોય તો તે હવે બબ્બે કલાકે ખાવાનું જોઈએ, અને તે એટલે દરજ્જે કે ખાવામાંથી લોકો નવરા જ નથી થતા હવે કેટલું કહું? આ બધું તમે ગમે તે પુસ્તકમાં જોઈ શકો છો. સુધારાની આ બધી ખરી નિશાની છે. અને જો કોઈ પણ માણસ તેથી જુદી વાત સમજાવે તો તે ભોળો છે એમ ચોક્કસ માનજો. સુધારો તો હું જણાવી ગયો છું તે જ ગણાય છે. તેમાં નીતિની કે ધર્મની વાત છે જ નહીં, સુધારાના હિમાયતી

૪૭