આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

अधिपति : તમારા આ સવાલનો જવાબ હવે કંઈક સહેલથી આપી શકાશે અને હવે આપણે સ્વરાજનો વિચાર પણ થોડી વારમાં કરી શકીશું. તમારા એ સવાલનો જવાબ મારે હજુ આપવાનો છે એ કંઈ ભૂલ્યો નથી. પણ તમારા છેલ્લા સવાલ ઉપર આપણે આવીએ. હિંદુસ્તાન અંગ્રેજે લીધું એમ નથી, પણ આપણે તેને દીધું છે. હિંદુસ્તાનમાં તેઓ પોતાના બળે નથી ટકી શક્યા, પણ આપણે તેઓને રાખ્યા છે. તે કેમ, એ જોઈએ. તમને યાદ આપું છું કે આપણા દેશમાં તેઓ અસલમાં વેપાર અર્થે આવ્યા. તમારી કંપની બહાદુરને યાદ કરો. તેને બહાદુર કોણે બનાવી? તેઓ બિચારા રાજ્ય કરવાનો ઇરાદો પણ નહોતા રાખતા. કંપનીના માણસોને મદદ કોણે કરી? તેઓનું રૂપ જોઈને કોણ મોહાઈ જતા? તેઓનો માલ કોણ વેચી આપતું? ઇતિહાસ પુરાવો આપે

૫૨