આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છું. આપણે હવે અત્યંત રસિક ભાગ ઉપર આવ્યા છીએ એટલે મને તમારા વિચારો જ વતાવો. મને તેમાં શંકા આવશે ત્યારે હું તમને અટકાવીશ.

अधिपति : બહુ સારું, પણ મને ધાસ્તી છે કે આગળ ચાલીશું ત્યારે વળી આપણને મતભેદ તો થશે જ. છતાં તમે અટકાવશો ત્યારે જ દલીલમાં ઊતરીશ. આપણે જોયું કે અંગ્રેજી વેપારીને આપણે ઉત્તેજન આપ્યું ત્યારે તેઓ પગપેસારો કરી શક્યા. તેમ જ જ્યારે આપણા રાજાઓ માંહોમાંહે લડ્યા ત્યારે તેઓએ કંપની બહાદુરની મદદ માગી. કંપની બહાદુર વેપારમાં ને લડાઈના કામમાં કુશળ હતી. તેમાં તેને નીતિ-અનીતિની નડતર ન હતી. વેપાર વધારવો ને પૈસા કમાવા એ તેનો ધંધો હતો. તેમાં જ્યારે આપણે મદદ આપી ત્યારે તેણે મદદ લીધી ને પોતાની કોઠીઓ વધારી. કોઠીઓનો બચાવ

૫૪