આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કરવા તેણે લશ્કર રાખ્યું. તે લશ્કરનો આપણે ઉપયોગ કર્યો, ને હવે તેની ઉપર દોષ રાખીએ તે નકામું છે. આ વખતે હિંદુ-મુસલમાન વચ્ચે વેર પણ ચાલતું હતું. તેમાં કંપનીને લાગ મળ્યો. આમ બધી રીતે કંપનીનો કાબૂ હિંદુસ્તાનમાં જામે તેવું આપણે તેને સારુ કર્યું. એટલે આપણે હિંદુસ્તાન અંગ્રેજને આપ્યું એમ કહેવું એ હિંદુસ્તાન ગયું એમ કહેવા કરતાં વધારે સાચું છે.

वाचक :

હવે અંગ્રેજો હિંદુસ્તાન કેમ રાખી શકે છે એ કહો.

अधिपति :

જેમ આપણે તેઓને આપ્યું તેમ આપણે હિંદુસ્તાન તેઓની પાસે રહેવા દઈએ છીએ. તેઓએ હિંદુસ્તાન તલવારથી લીધું એમ તેઓમાંના કેટલાક કહે છે, અને તલવારથી રાખે છે એમ પણ કહે છે. આ બંને વાત

૫૫