આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દેત.' તેઓનો પરમેશ્વર પૈસો છે, એ ધ્યાનમાં રાખવાથી બધા ખુલાસા થઈ શકશે.

ત્યારે અંગ્રેજોને આપણે હિંદુસ્તાનમાં રાખીએ છીએ તે માત્ર આપણી ગરજે. આપણને તેઓનો વેપાર પસંદ આવે છે. તેઓ કાવાદાવા કરી આપણને રીઝવે છે ને રીઝવીને આપણી પાસેથી કામ લે છે. તેમાં આપણે તેઓનો દોષ કાઢવો એ તેઓની સત્તા નિભાવવા જેવું છે. આમાં વળી આપણે માંહોમાંહે તકરાર કરી તેઓને વધારે ઉત્તેજન આપીએ છીએ.

જો તમે ઉપરની વાત બરાબર માનો તો આપણે સાબિત કર્યું કે અંગ્રેજો વેપારને અર્થે આવ્યા, વેપારને અર્થે રહે છે, ને તેઓને રાખવામાં આપણે જ મદદગાર છીએ. તેઓનાં હથિયાર તે તદ્દન નકામાં છે.

આ પ્રસંગે તમને હું યાદ આપું છું કે જાપાનમાં અંગ્રેજી વાવટો ઊડે છે એમ તમે

૫૭