આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પૂરી રીતે સમજાવી શકીશ કે નહીં તે વિશે મને શક છે. મારો ખાસ અભિપ્રાય છે કે હિંદુસ્તાન અંગ્રેજથી નહીં, પણ આજકાલના સુધારા નીચે કચરાયેલું છે; તેની ઝડપમાં તે આવી ગયું છે. તેમાંથી બચવાનો હજી ઉપાય છે ખરો, પણ દિવસે દિવસે વખત જતો જાય છે. મને તો ધર્મ વહાલો છે, એટલે પ્રથમ દુઃખ તો એ છે કે હિંદુસ્તાન ધર્મભ્રષ્ટ થતું ચાલ્યું છે, ધર્મનો અર્થ હું અહીં હિંદુ કે મુસલમાન કે જરથોસ્તી એમ નથી કરતો; પણ એ બધા ધર્મમાં જે ધર્મ રહ્યો છે તે જતો રહે છે; આપણે ઈશ્વરથી વિમુખ થતા જઈએ છીએ.

वाचक :

તે કેમ?

अधिपति :

હિંદુસ્તાન ઉપર એવું તહોમત છે કે, આપણે આળસુ છીએ અને ગોરાઓ મહેનતુ તથા ઉત્સાહી છે. આ આપણે માની લીધું છે,

૬૦