આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તમે જોશો. સુધારામાં જે પાખંડ હું તમને બતાવી ગયો તે પાખંડ ધર્મમાં જોયું જ નથી.

वाचक :

એમ કેમ કહેવાય? ધર્મને બહાને હિંદુ-મુસલમાન લડ્યા, ધર્મને બહાને ખ્રિસ્તીઓમાં મહાયુદ્ધો થયાં. ધર્મને બહાને હજારો નિરપરાધી માણસો માર્યાં ગયાં, તેઓને બાળી નાખ્યાં, તેઓની ઉપર મહાસંકટો પાડ્યાં. આ તો સુધારા કરતાં ખરાબ જ ગણાય.

अधिपति :

હું તો કહું છું કે એ બધું સુધારાના દુઃખ કરતાં વધારે સહન થઈ શકે તેવું છે. તમે કહ્યું તે પાખંડ છે એમ સહુ સમજે છે. તેથી પાખંડમાં આવેલાં માણસો મરી રહે એટલે ઊકલી જાય છે. જ્યાં ભોળાં માણસો રહ્યાં છે ત્યાં તેવું ચાલ્યા જ

૬૨