આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

अधिपति :

હજુ તો તમને માત્ર ધર્મની દશાનો મેં ખ્યાલ આપ્યો છે. પણ હિંદુસ્તાન કેમ રાંક છે, એ વિશે તમને મારા વિચારો હું જણાવીશ ત્યારે વખતે તમને મારી ઉપર જ તિરસ્કાર છૂટશે; કેમકે જે કંઈ આજ સુધી તમે અમે લાભકારક માન્યું છે તે મને તો ગેરલાભકારક જણાય છે.

वाचक :

એવું વળી શું છે?

अधिपति :

હિંદુસ્તાનને રેલવેએ, વકીલોએ ને દાક્તરોએ કંગાલ બનાવ્યું છે. તે દશા એવી છે કે, જો આપણે વેળાસર નહીં જાગીએ તો ચોમેરથી ઘેરાઈ જઈશું.

वाचक :

આપણો સંઘ દ્વારકા જશે કે નહીં એ વિશે મને ધાસ્તી છે. તમે તો બધું જે સરસ

૬૮