આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જોવામાં આવ્યું છે, મનાયું છે, તેની ઉપર જ હુમલો શરૂ કર્યો! હવે શું રહ્યું?

अधिपति :

તમારે ધીરજ રાખવી પડશે. સુધારો તે કેવો કુધારો એ તો મુસીબતે માલૂમ પડે તેમ છે. તબીબો તમને કહેશે કે, ઘાસણીના દરદવાળો મોતના હાડા લગી પણ જીવવાની આશા રાખ્યા કરે છે. ઘાસણીનો રોગ ઉપરથી દેખાય એવી ઈજા કરતો નથી. વળી તે રોગ માણસને ખોટી લાલી આપે છે. તેથી રોગી વિશ્વાસે તણાયા કરે છે અને છેવટે ડૂબે છે. તેમ જ સુધારાનું સમજવું, તે અદૃશ્ય રોગ છે. તેનાથી ચેતજો.

वाचक :

ઠીક છે ત્યારે હવે રેલવે પુરાણ સંભળાવો.

अधिपति :

તમને ઊગી આવશે કે રેલવે ન હોય તો અંગ્રેજોનો કાબૂ હિંદુસ્તાન ઉપર છે તેટલો ન જ રહે. રેલવેથી મરકી ફેલાઈ છે. જો

૬૯