આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રેલ ન હોય તો થોડાં જ માણસો એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે અને તેથી ચેપી રોગો આખા દેશમાં નહીં જઈ શકે. સહેજે 'સેગ્રેગેશન' - સૂતક - આપણે પહેલાં પાળતા. રેલવેથી દુકાળ વધ્યા છે, કેમ કે રેલવેની સગવડતાથી લોકો પોતાનો દાણો વેચી કાઢે છે. જ્યાં મોંઘવારી હોય ત્યાં અનાજ તણાઈ જાય છે, લોકો બેદરકાર બને છે અને તેથી દુકાળનું દુઃખ વધે છે. રેલવેથી દુષ્ટતા વધે છે. ખરાબ માણસો પોતાનો ખરાબો ઝપાટાથી ફેલાવી શકે છે. હિંદુસ્તાનમાં જે પવિત્ર સ્થાનો હતાં તે અપવિત્ર થયાં છે. અગાઉ લોકો બહુ મુસીબતે તેવી જગ્યાએ જતા. તેવા લોકો ખરેખર ભાવથી ઈશ્વર ભજવા જતા, હવે તો ધુતારાની ટોળી માત ધૂતવા જાય છે.

वाचक :

આ તો એકતરફી વાત તમે કરી. જેમ ખરાબ માણસો જઈ શકે તેમ સારા પણ

૭૦