આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જઈ શકે છે. તેઓ કેમ રેલવેનો પૂરો લાભ નથી લેતા?

अधिपति : સારું હોય એ તો ગોકળગાયની જેમ ચાલે છે. તેને તો રેલવેની સાથે ન જ બને. સારું કરનારને સ્વાર્થ હોય નહીં. તે ઉતાવળ નહીં કરે. તે જાણે છે કે માણસની ઉપર સારાની છાપ પાડતાં જમાનો જોઈશે. નઠારું જ કૂદી શકે છે. ઘર બાંધવું મુશ્કેલ છે, પાડવું એ સહેલું છે. એટલે હમેશાં રેલવે એ દુષ્ટતાનો ફેલાવો જ કરશે એમ ચોક્કસ સમજવા જેવું છે. તેથી દુકાળનો ફેલાવો થાય કે નહીં તે વિશે કોઈ શાસ્ત્રકાર મારા મનમાં ઘડીભર વહેમ પેસાડી શકશે, પણ રેલવેથી દુષ્ટતા વધે છે તે તો મનમાં કોતરાઈ ગયું છે તે જનાર નથી.

वाचक : પણ રેલવેનો મોટામાં મોટો લાભ બીજા ગેરફાયદાને ભુલાવી દે છે. રેલવે છે તો

૭૧