આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આજે હિંદુસ્તાનમાં એક પ્રજાનો જુસ્સો જોવામાં આવે છે. એટલે હું તો કહું છું કે રેલવે ભલે આવી.

अधिपति :

આ તમારી ભૂલ જ છે. તમને અંગ્રેજે શીખવ્યું છે કે તમે એક-પ્રજા ન હતા, ને થતાં સેંકડો વર્ષો જશે. આ વાત તદ્દન પાયા વગરની છે. જ્યારે અંગ્રેજો હિંદુસ્તાનમાં ન હતા ત્યારે આપણે એક-પ્રજા હતા, આપણા વિચારો એક હતા, આપણી રહેણી એક હતી ત્યારે તો તેઓએ એકરાજ્ય સ્થાપ્યું. ભેદ તો પછી તેમણે જ પાડ્યા.

वाचक :

આ વાત વધારે સમજવી પડશે.

अधिपति :

હું જે કહું છું તે વગર વિચાર્યે નથી કહેતો. એક-પ્રજાનો અર્થ એવો નથી કે આપની વચ્ચે અંતર ન હતું; પણ આપણા મુખ્ય માણસો પગપાળા કે ગાડાંમાં આખા

૭૨