આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હિંદુસ્તાનમાં ફરતા, તેઓ એક-બીજાની ભાષા શીખતા ને તેઓની વચ્ચે અંતર ન હતું. જે દીર્ઘદર્શી પુરુષોએ સેતુબન્ધ રામેશ્વર, જગન્નાથ અને હરદ્વારની જાત્રા ઠરાવી તેઓનો શો વિચાર હતો એમ તમે માનો છો? તેઓ મૂર્ખ ન હતા એમ તમે કબૂલ કરશો. તેઓ જાણતા હતા કે ઈશ્વરભજન તો ઘેર બેઠાં થાય છે. તેઓએ જ આપણને શીખવ્યું છે કે મન ચંગા છે તેને ઘેર બેઠે ગંગા છે. પણ તેઓએ વિચાર્યું કે હિંદુસ્તાન તેઓએ એક મુલક બનાવ્યો છે તે એક-પ્રજાનો હોવો જોઈએ. તેથી તેઓએ જુદાં જુદાં સ્થાનકો ઠરાવી લોકોને એકતા નો ખ્યાલ એવી રીતે આપ્યો કે, જેવું દુનિયામાં બીજી જગ્યાએ નથી. બે અંગ્રેજ એક નથી તેટલા એક આપણે હિંદી હતા અને છીએ. માત્ર તમે અમે જે સુધર્યા છીએ તેને મન જ હિંદુસ્તાનમાં જુદી જુદી પ્રજા છીએ એમ આભાસ આવ્યો. રેલવેથી આપણે જુદી

૭૩