આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વિચાર તો આપણે હવે કરવો પડશે; રેલવેનો કરી ગયા. આટલું ઉમેરું છું કે માણસને એવી રીતે પેદા કરેલ છે કે, તેણે પોતાના હાથપગથી બને તેટલું જ આવાગમન વગેરે કરવું. જો આપણે રેલવે વગેરે સાધનોથી દોડધામ ન જ કરીએ તો આપણને બહુ ચૂંચવાડા ભરેલા સવાલો ન આવી પડે. આપણે હાથે કરીને દુઃખ ઓઢી લઈએ છીએ. માણસની હદ ખુદાએ તેના શરીરના ઘાટથી જ બાંધી, તો માણસે તે ઘાટની હદ ઓળંગવા ઉપાય શોધી કાઢ્યા. માણસને અક્કલ એવા કારણસર આપી કે, તેથી તે ખુદાને પિછાને; માણસે અક્ક્લનો ઉપયોગ ખુદાને ભૂલવામાં કર્યો. મારાથી મારી કુદરતી હદ મુજબ મારી આસપાસ વસતા માણસોની સેવા થઈ શકે; તો મેં ઝટ લઈને મારી મગરૂરીમાં શોધી કાઢ્યું કે મારે તો આખી દુનિયાની સેવા મારા શરીર વતી કરવી. આમ કરવા જતાં

૭૭