આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'મિયાંને ને મહાદેવને બને નહીં ' એ કહેવત પણ ઉપર પ્રમાણે સમજવી. કેટલીક કહેવતો રહી જાય છે તે નુકશાન કર્યા જ કરે છે. આપણે કહેવતની ધૂનમાં એટલું પણ યાદ નથી કરતા કે ઘણા હિંદુ તથા મુસલમાનના બાપદાદા એક જ હતા; આપણામાં એક જ લોહી છે. શું ધર્મ બદલ્યો એટલે દુશ્મન થઈ ગયા? શું બંનેના ખુદા તે જુદો છે? ધર્મ તો એક જ જગ્યાએ પહોંચવાના બે જુદા જુદા રસ્તા છે. આપણે બંને નોખા માર્ગ લઈએ તેમાં શું થયું? તેમાં દુઃખ શું?

વળી એવી કહેવતો શૈવો-વૈષ્ણવોમાં પણ રહેલી છે; તેથી કોઈ એમ નહીં કહે કે તેઓ એક-પ્રજા નથી. વેદધર્મી અને જૈન વચ્ચે બહુ જ તફાવત મનાય છે, છતાં તેથી તે બે જુદી પ્રજા નથી થતા, આપણે ગુલામ બની ગયા છીએ

૮૧