આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેથી જ આપણે કજિયો ત્રીજે ઠેકાણે લઈ જઈએ છીએ.

જેમ મુસલમાન મૂર્તિનું ખંડન કરનાર છે. તેમ હિંદુમાં પણ એવી શાખા જોવામાં આવે છે. જેમ જેમ ખરું જ્ઞાન વધતું જશે તેમ તેમ આપણે સમજીશું કે, આપણને પસંદ ન પડે એવો ધર્મ સામેનો માણસ પાળતો હોય તો પણ આપને તેની સામે વેરભાવ ન રાખવો ઘટે; આપણે તેની સામે જબરદસ્તી ન કરીએ.

वाचक :

હવે ગોરક્ષા વિશે તમારા વિચાર કહો.

अधिपति :

હું પોતે ગાયને પૂજું છું એટલે કે માન આપું છું. ગાય એ હિંદુસ્તાનની રક્ષા કરનારી છે, કેમ કે તેની પ્રજા ઉપર હિંદુસ્તાન, જે ખેતીનો મુલક છે, તેનો આધાર છે. સેંકડો રીતે ગાય એ ઉપયોગી

૮૨