આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રાણી છે. તે ઉપયોગી પ્રાણી છે એ તો મુસલમાન ભાઈઓ પણ કબૂલ કરશે.

પણ જેમ હું ગાયને પૂજું છું તેમ હું માણસને પણ પૂજું છું. જેમ ગાય ઉપયોગી છે તેમ માણસ પણ - પછી તે મુસલમાન હોય કે હિંદુ હોય - ઉપયોગી છે. ત્યારે શું હું ગાયને બચાવવા હું મુસલમાનની સાથે લડીશ? હું તેને મારીશ? આમ કરવા જતાં હું મુસલમાનનો તેમજ ગાયનો દુશ્મન બનીશ, એટલે મારા વિચાર પ્રમાણે તો હું કહું છું કે, ગાયની રક્ષા કરવાનો ઉપાય એક જ છે, કે મારે મારા મુસલમાન ભાઈની પાસે હાથ જોડવા ને તેને દેશની ખાતર ગાયને ઉગારવા સમજાવવું. જો તે ન સમજે તો મારે ગાયને જતી કરવી, કેમ કે તે મારા અખત્યારની વાત નથી. મને જો ગાયની ઉપર અત્યંત દયા આવતી હોય તો મારે મારો પ્રાણ દેવો પણ કંઈ મુસલમાનનો પ્રાણ

૮૩