આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગાયને દુઃખ દઈને ગાયનો વધ હિંદુ કરે છે, તેને કોણ છોડવે છે? ગાયની પ્રજાને જે પરોણા હિંદુ મારે છે, તે હિંદુને કોણ સમજાવે છે? તેથી એક-પ્રજા થતાં આપણે અટક્યા નથી.

છેવટમાં, હિંદુ અહિંસક અને મુસલમાન હિંસક છે એ ખરું હોય તો અહિંસકનો શો ધર્મ છે? અહિંસકે કંઈ માણસની હિંસા કરવી એમ લખ્યું નથી. અહિંસકને તો સીધો રસ્તો છે. તેણે એકને બચાવવા બીજાને હિંસા કરવાની જ નથી, તેને તો માત્ર પાચનમન કરવાનું રહ્યું છે. તેમાં તેનો પુરુષાર્થ છે.

પણ શું હિંદુમાત્ર અહિંસક છે? મૂળ વિચારતા કોઈ અહિંસક નથી, કેમ કે જીવની હાનિ તો આપણે કરીએ છીએ. પણ તેમાંથી છૂટવા માગીએ છીએ, તેથી અહિંસક, સાધારણ વિચાર કરતાં જોઈએ છીએ કે, ઘણાં હિંદુ માંસાહારી છે એટલે

૮૫