આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તે અહિંસક ન ગણાય. તાણીતોડીને જુદો અર્થ કરવો હોય તો મારે કંઈ કહેવાનું નથી, જ્યારે આમ છે ત્યારે એક હિંસક અને બીજા અહિંસક છે તેથી ન બને, એ વાત તદ્દન ખિલાફ છે.

આવા વિચારો સ્વાર્થી ધર્મશિક્ષક, શાસ્ત્રીઓ-મુલ્લાંઓએ આપ્યો છે; તે અધુરું હતું તે પૂરું અંગ્રેજોએ કર્યું છે. તેઓને ઈતિહાસો લખવાની ટેવ રહી; દરેક જાતિના રીતિરિવાજો જાણવાનો ડોળ રહ્યો. ઈશ્વરે મન નાનકડું બનાવ્યું છતાં તેઓ ઈશ્વરી દાવો કરતા ચાલ્યા છે, ને કંઈ કંઈ અખતરા કરે છે. પોતાનો ઢોલ પોતે વગાડે છે, ને આપણાં મન પર તેની ખાતરી બેસાડે છે, આપણે ભોળપણમાં તે બધું માનીએ છીએ.

જેઓ આડું નથી જોવા માગતા તેઓ જોઈ શકે છે કે, કુરાને શરીફમાં એવાં સેંકડો વચનો છે કે, જે હિંદુને માન્ય હોય;

૮૬