આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભગવદ્ગીતામાં એવું લખેલું છે કે તેની સામે મુસલમાનને કંઈ જ કહેવાપણું ન રહે. કુરાને શરીફમાં કેટલુંક મારાથી ન સમજાય અથવા મને પસંદ ન આવે તેથી શું મારે તેને માનનારનો તિરસ્કાર કરવો? કજિયો બે માણસથી જ થાય. મારે કજિયો નહીં જ કરવો હોય તો મુસલમાન શું કરે? અને મુસલમાનને નહીં કરવો હોય તો હું શું કરવાનો હતો? હવામાં હાથ ઉગામનારનો હાથ પડી જાય છે. સહુ પોતપોતાના ધર્મનું સ્વરૂપ સમજી તેને વળગી રહે છે ને શાસ્ત્રી-મુલ્લાને વચમાં ન પડવા દે તો કજિયાનું મોં કાળું રહેવાનું.

वाचक :

અંગ્રેજો બંને કોમને બનવા દેશે ખરા?

अधिपति :

આ સવાલ બીકણ માણસનો છે. એ સવાલ આપણી હલકાઈ બતાવે છે. બે ભાઈને બનાડવું હોય તો તેમાં કોણ ભંગ

૮૭