આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પાડી શકે છે? જો તેઓ વચ્ચે બીજો માણસ તકરાર કરાવી શકે તો તે ભાઈઓને આપણે કાચા હૈયાના કહીશું. તેમ જ જો આપણે - હિંદુ મુસલમાન - કાચા હૈયાના હોઈશું તો તેમાં અંગ્રેજનો વાંક કાઢવાનો નહીં રહે. કાચો ઘડો એક કાંકરેથી નહીં તો બીજેથી ફૂટશે. તેને બચાવવાનો રસ્તો ઘડાને કાંકરાથી દૂર રાખવો એ નથી, પણ તેને પાકો કરવો કે જેથી કાંકરાનો ભય જ ન રહે. તેમ જ આપણે પાકા હૈયાના થવાનું છે. વળી બેમાંથી એક પાકા હૈયાનો હોઈશું તો ત્રીજો ફાવી શકે તેમ નથી. આ કામ હિંદુથી સહેલમાં બની શકે તેમ છે. તેમની સંખ્યા મોટી છે, તેઓ વધારે ભણેલા છે એમ તેઓ માને છે; તો પછી તેઓ પાકું હૈયું રાખી શકે છે.

બંને કોમ વચ્ચે અવિશ્વાસ છે. તેથી મુસલમાન લોર્ડ મોર્લેની પાસેથી અમુક હક માગે છે. આમાં હિંદુ શું કામ સામે થાય?

૮૮