આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જો હિંદુ સામે ન થાય તો અંગ્રેજ ચમકે, મુસલમાન ધીમે ધીમે વિશ્વાસ કરે અને ભાઈચારો વધે. આપણી તકરાર તેઓની પાસે લઈ જતાં આપણે શરમાવું જોઈએ. હિંદુ આમ કરતાં કંઈ ખોવાના નથી; એ તમે તમારી મેળે હિસાબ કરી શકશો. જે માણસ બીજા પર વિશ્વાસ બેસડી શક્યો છે, તેણે આજ લગી કશું ખોયું નથી.

હું એમ કહેવા નથી માગતો કે હિંદુ-મુસલમાન કોઈ દહાડો લડશે જ નહીં. બે ભાઈ ભેગા રહે ત્યારે તકરાર થાય છે. કોઈ વેળા આપણાં માથાં ફૂટશે. તેમ થવાની જરૂર હોય નહીં, પણ બધા માણસો સરખી મતિના નથી હોઈ શકતાં. એક બીજા આવેશમાં આવે ત્યારે ઘણી વાર સાહસકામ કરે છે. તે આપને સહન કરવાં પડશે. પણ આપણે તેવી તકરાર પણ મોટી વકીલાત ડહોળીને અંગ્રેજોની અદાલતમાં નહીં લઈ જઈએ. બે જણ

૮૯