આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૯૯
૨૯૯
હિંદનો ઇતિહાસ

ઈંગ્લંડની રાણીના સમયનું હિંદુસ્તાન ૨૯૯ ૮૩. ઈંગ્લેંડની રાણીના સમયનું હિંદુસ્તાન ૧. બળવા સમાવી દીધા પછી શાન્તિ ફેલાઈ એટલે ઈંગ્લંડનો પાર્લમેન્ટને લાગ્યું ઃ ઈસ્ટ ઇંડિઆ કંપનિ પાસે નામની પણ સત્તા રહેવા દેવાની હવે જરૂર રહી નથી. તેણે ધણા લાંબા વખત સુધી તાજુબ પમાડે એવી રીતે અમલ ચલાવીને નામના મેળવી હતી; પણ તેનું કામ થઈ ચૂક્યું હતું. ઇંગ્લંડની વિકટારિઆ રાણીએ પાર્લમેન્ટની સલાહ અને સંમતિથી હિંદુસ્તાનના અમલ કરવાનું સ્વીકાર્યું અને ત્યારથી હિઁદુસ્તાન દુનિયામાં સૌથી મહાન અને વિશાળ બ્રિટિશ રાજ્યના ભાગ ગણાવા લાગ્યું. મહા- રાણીએ એક જાહેરનામું બહાર પાડ્યું તે તેના હિંદુસ્તાનમાં ખેાલાતી વીસ ભાષામાં તરજુમા કરવામાં આવ્યા. સને ૧૮૫૮ના નવેંબરની ૧લી તારીખે હિંદુસ્તાનના દરેક મેટા શહેરમાં તે જાહેર રીતે વાંચી બતાવવામાં આવ્યું, એ જાહેરનામું હિંદુસ્તાનના રાજા તથા લાકાને ઉદ્દેશીને હતું અને તેને હિંદુસ્તાનના મેગ્ના ફાર્યા એટલે આ વિશાળ દેશમાં વસતી પ્રજાના હક તથા સ્વતંત્રતાના પાયા કહીએ તેા ચાલે, મહારાણી વિકટેરિઆ ૨. સને ૧૮૫૬થી લૉ કર્નિંગ ગવર્નર-જનરલ હતા. તેને હિંદુસ્તાનમાં વાઇસરૉય અને ગવર્નર-જનર્સ તરીકે રાણી તરફથી રાજ્ય કરવાને નીમવામાં આવ્યું. ઇસ્ટ ઇંડિઆ કંપનિના તમામ દેશી અને અંગ્રેજ અમલદારાને રાણીના નાકર તરીકે પોતપેાતાની જગાએ