આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૪૫
૪૫
હિંદનો ઇતિહાસ

જૈન લોક એક પ્રતિમા ગુમટા (ૌતમ કે બુદ્ધ) ને નામે ઓળખાય છે, તે ૪૨ ફૂટ ઊંચી પર્વતમાં કાતરી કાઢેલી છે. ૪૫ કલમાં જૈન પ્રતિમા ૨. ગુજરાતમાં પાલિતાણામાં એટલાં બધાં ભવ્ય જૈન દહેરાં છે કે તે દહેરાંનું શહેર કહેવાય છે. તેમાંનાં કેટલાંક આશરે ૧,૮૦૦ વર્ષનાં જૂનાં છે. ગિરનારમાં કેટલાંક ઘણાં જૂનાં અને સુંદર દહેરાં છે. હિંદમાં સૌથી વધારે સુંદર ગણાતાં એ દહેરાં છે. ૩૦૦ માઇલ દૂરથી ધાળા શુદ્ધ આરસપહાણુ લાવીને તે ખાંધેલાં છે. એક આશરે ૧,૦૦૦ વર્ષ પર અને બીજાં ૮૦૦ વર્ષ પર આંધેલું છે.