આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કોણ શ્રેષ્ઠ? શૂદ્ર?: ૯૧
 


લાગ્યાં. પાંડિત્યને અને ભક્તિને ભાગ્યે જ બને છે. સંસ્કૃત ભાષા ઉપર પ્રભુત્વ મેળવેલા બેપાંચ મહાપંડિતોને શૂદ્રનાં ભજનો બાહ્મણવાડામાં ગવાય તે રુચ્યું નહિ, એટલે તેમણે આજ્ઞા કરી કે તુલાધારનાં પ્રાકૃત, અશુદ્ધ ભજનોને બદલે ઋષિમુનિ રચિત સંસ્કૃત સ્તોત્રો જ બ્રાહ્મણોએ ગાવાં !

કોઈ ભાવિક બ્રાહ્મણે કે બ્રાહ્મણની સ્ત્રીએ આ આજ્ઞાનો સહજ વિરોધ કર્યો અને કહ્યું કે આવા પ્રભુપ્રેમી ભક્તનાં ભજનો ગાવામાં બ્રાહ્મણતત્ત્વ ખામીભર્યું બનતું નથી.

‘અંતે તુલાધારની જાત તો શૂદ્ર જ ને ?’ મહાપંડિતે કહ્યું.

‘પરંતુ કેટલું સ્વચ્છ હૃદય છે? બ્રાહ્મણની માફક કદી એ દાન સ્વીકારતો નથી.’ બ્રાહ્મણ સ્ત્રીએ ભક્તની તરફેણમાં આટલું કહ્યું. મહાપંડિતને તે રુચ્યું નહીં. તેમણે જવાબ આપ્યો :

‘દાન પણ અધિકારી જ લઈ શકે છે. આ તો જાતિએ શૂદ્ર રહ્યો. બે ટુકડા મીઠાઈના ફેંકીએ તો તે પણ ઉપાડી લેશે, જરૂર.’

‘તુલાધાર ભક્ત એવા નથી લાગતા.’ બ્રાહ્મણ સ્ત્રીએ જરા જક પકડી.

‘જાત ઉપર ભાત કેમ પડે તેનો પરચો હું તને કાલે જ કરાવું. પછી તો માનીશ ને? બે ભજનો ગાયાં એમાં શું? અંતે શૂદ્ર તે શૂદ્ર જ.’ મહાપંડિતે પોતાના બ્રાહ્મણત્વને આગળ કર્યું અને શૂદ્ર ભક્ત ઉપર બ્રાહ્મણની શ્રેષ્ઠતા સાબિત કરવાનો અખતરો રાતમાં વિચારી રાખ્યો.

પ્રભાત થયું ન હતું. આકાશમાં તારા ટમટમતા હતા. પાછલી રાત્રિ ઉતાવળાં પગલાં માંડી રહી હતી. ચારેય વર્ણમાંથી કોઈ પણ વર્ણનું માનવી નદીકિનારે સ્નાન માટે હજી આવ્યું ન હતું. ત્યાં તો ભક્ત તુલાધાર ધીમું ધીમું પ્રભુનું ગીત ગાતા નદી કિનારે આવી પહોંચ્યા. શીતલ જળમાં તેમણે સ્નાન કર્યું, બ્રાહ્મણ સરખું પ્રભુનું ધ્યાન ધર્યું અને ભળભાંખળું થતાં તેઓ પાછા ઘર તરફ-એટલે કે પોતાની ઝૂંપડી તરફ ચાલતા થયા. માર્ગના