આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કમલનયના : ૯૯
 

 એકાંત પણ મળે. જમીનમહેસૂલ વધારવાની અને ઉઘરાવવાની બાબતમાં તેને કરવી પડતી સખતાઈ સામે આ ધર્મિષ્ઠપણાનો દેખાવ તેને ઠીકઠીક સહાયરૂપ બનતો. દેવીસિંહ ઘણો જુલ્મી છે એમ કોઈ કહેતું નીકળે તો તેને સામો જવાબ આપનાર પણ નીકળતું :

‘ભાઈ ! સરકારનો હુકમ હોય એમાં એ શું કરે ? પરંતુ જોતા નથી એ કેટલો ધર્મિષ્ઠ છે તે ? સવારસાંજ દેવદર્શને ગયા સિવાય તો દેવીસિંહ જમતો જ નથી.’

દેવદર્શન કરતાં પહેલાં દેવીસિંહ શું શું જમતો હતો એની ખબર સામાન્ય જનતાને તો ન જ પડે ! અને બાહોશ અમલદાર આવી ખબર ઘરના ઉમરાની બહાર જવા ન જ દે.

એક સંધ્યાકાળે નિત્યનિયમ પ્રમાણે ઠાકુર સાહેબ દેવીસિંહ એક દેવમંદિરની સાયંઆરતીનાં દર્શન કરવાને માટે પધાર્યા. દેવમંદિરમાં પણ અમલદારોને દર્શન કરવાને માટે વિશિષ્ટ સગવડ આપવી જ પડે છે. દેવમંદિરમાં ભાવિકોની ગિરદી હતી: પરંતુ અમલદારની હાજરીમાં દેવમંદિરની ભીડ પણ ઓસરી જવી જોઈએ. મંદિરની આરતી ઉતારતા જગન્નાથ ભટ્ટ દેવની આરતી ઉતારે. દેવને આશકા આપી, ભક્તજનોને આરતીની ઉષ્મા આંખે અડાડવાનો લાભ આપવા ભક્તવૃંદ તરફ તેઓ વળ્યા – અને ત્યાં ભક્તોની ગિરદીથી ઠીકઠીક રક્ષાયેલા નગરના હાકેમ ઠાકુર દેવીસિંહને તેમણે નિહાળ્યા. સ્વાભાવિક રીતે જ આરતીનો પહેલો લાભ તેમને મળેલો હતો. જગન્નાથ આરતી લઈ દેવીવિંસંહ સામે ગયા. દેવીસિંહે નમન કરી આરતી ઉપર પોતાના બે હાથ ફેરવ્યા અને આરતીની ઉષ્મા આખે અડાડી. પરંતુ દેવીસિંહની નજર આરતી ઉપર ન રહેતાં મંદિરના ગર્ભ ભાગમાં આવેલી મૂર્તિ તરફ હોય એમ જગન્નાથને લાગ્યું. આ ભાવિક અમલદારની કદર કરતાં જગનાથ ભટ્ટે, દેવીસિંહ પ્રત્યે શુભેચ્છા દર્શાવવા; પાછળ ફરી દેવમૂર્તિને આર્જવભરી પ્રાર્થના કરવા વિચાર કર્યો તો તેમની નજરે તેમની પત્ની કમલનયના ઊભેલી દેખાઈ ! દેવીસિંહ મૂર્તિનાં દર્શન કરતા ન હતા, પરંતુ જગન્નાથની ભટ્ટની પદ્મિની