આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૨ : હીરાની ચમક
 

 મિનાક્ષી કમલનયનાનો ભોગવટો મળે. પ્રથમ પગલું બરાબર હતું. બીજા પગલામાં તેમણે એવી યોજના કરી કે જગન્નાથ ભટ્ટને આ નગરમાંથી પૂરી રકમ મળે જ નહિ. કોઈએ છાને માને સો રૂપિયા આપ્યા. કોઈએ દેવીસિંહના ડરથી ઉપરવટ થઈ બસો રૂપિયા આપ્યા, પરંતુ હજારને બદલે ત્રીજે દિવસે માત્ર પાંચ સોજેટલી રકમ થઈ; જે લઈ જગન્નાથ દેવી સિંહ પાસે પહોંચ્યા અને કહ્યું:

‘ઠાકુર સાહેબ ! સરકારનો હુકમ હું માથે ચડાવું છું. સરકાર ધારો ભરીને પણ મારી જમીન મારે ખાતે જ રાખવી છે. પરંતુ આ ત્રણ દિવસમાં હું અરધી જ રકમ ભેગી કરી શક્યો છું તે આ જમાં કરો, ને બાકીની રકમ માટે મને મહેતલ આપો.’

‘મહેતલ? જમીનમહેસૂલમાં મહેતલ આપી શકાય જ નહિં ત્રણ વરસની તો બાકી નીકળે છે, ને તમારા સરખા મંદિરના માલિકને મહેતલ કેવી ?’ દેવીસિંહે જવાબ આપ્યો.

‘ઠાકુર સાહેબ ! હું મંદિરનો માલિક નથી; હું તો માત્ર વ્યવથાપક છું. મિલકત તો ભગવાનની છે.’

‘મિલકત ભગવાનની હશે તો ભગવાન સરકારનું મહેસૂલ ભરે. સગા બાપને પણ વેરાનમાં ન છોડનાર કંપની સરકાર તમારાં દેવદેવલાંથી ડરી જશે શું ?’ દેવીસિંહે કહ્યું. આવેલા પાંચસો રૂપિયા પોતાના ખિસ્સામાં જમે કર્યા અને બાકીની રકમ તત્કાળ લાવવા માટે જગન્નાથને છૂટા મૂક્યા.

ઘેર આવી અત્યાર સુધી ન કહેલી વાત જગન્નાથે પત્નીને કાને નાખી. પત્નીની આંખ જરા ચમકી. પતિને તેણે કહ્યું :

‘આપણા ઠાકુર સાહેબ દેવદર્શને આવે છે તો ખરા, પણ - દેવનાં દર્શનને બદલે સ્ત્રીઓનાં રૂપનું દર્શન કરતાં હોય એમ મને લાગે છે.’ કમલનયનાએ દેવીસિંહની દૃષ્ટિ ક્યારની પારખી લીધી હતી 1

‘પ્રભુ એમને સદબુદ્ધિ આપે.’ જગન્નાથ ભટ્ટે કહ્યું. અને પ્રભુ ઉપર શ્રદ્ધા રાખી છે જગન્નાથ પંડિતે રાત્રિ વિતાવી. પરંતુ પ્રભાત થતાં જ ઠાકુર દેવીસિંહનાં માણસો મંદિરને ઘેરી વળ્યાં અને મહેસૂલ