આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮ : હીરાની ચમક
 

 ‘સરકાર !...’

‘તને કહ્યું છે કે તું એક અક્ષર પણ બોલ્યા વગર એને અહીં લઈ આવ ! જો, અને ક્ષણનો પણ વિલંબ કર્યા વગર એને અહીં લાવ... હજી ઊભો છે?’ કહી દેવીસિંહે પોતાના પલંગ પાસે પડેલી ચાંદીની ફૂલદાની ઉઠાવીને અનુચરના માથા તરફ ફેંકી. તે તેને વાગી પણ ખરી. અનુચર ઝડપથી ખંડની બહાર ચાલ્યો ગયો, અને થોડી જ ક્ષણમાં કમલનયના હાથમાં સુંદર થાળ લઈ દેવીસિંહના સુશોભિત ખંડમાં દાખલ થઈ. કમલનયનાનો મુખવટો અત્યારે બદલાઈ ગયો હતો. તેના કેશ છૂટા હતા. તેને કપાળે કંકુ ભરેલું હતું. તેણે સુંદર વસ્ત્રાભૂષણ ધારણ કરેલાં હતાં, જે તેની સુંદરતા સાથે તેની ભયંકરતાને પણ વધારી રહ્યાં હતાં.

‘છેવટે તું આવી ખરી, કમલનયના !’ દેવીસિંહ બોલી ઊઠ્યો.

‘હા, ઠાકુર સાહેબ ! છેવટે હું આવી છું. મારું આવવું અને તમારું જીવવું એ બંને હવે છેવટનાં જ છે.’ કમલનયનાએ જવાબ આપ્યો.

‘કેમ? આમ કેમ બોલે છે? આ બધો વિચિત્ર વેશ ધારણ કરીને કેમ આવી છે?’

‘ઠાકુર સાહેબ ! તમને ખબર નહિ હોય તો હું જણાવું કે મારે મારા પ્રેમીઓની એક રૂંઢમાળ પહેરવી છે.’

‘સમજાય એવું બોલ.’

‘મારા એક પ્રેમીનું મસ્તક આપે મને ભેટ મોકલાવ્યું. બીજા મારા પ્રેમી તમે. હવે તમારું મસ્તક લેવા હું જાતે આવી છું. એને માટે તમારી જે તૈયારી કરવી હોય તે કરી લો.’ કમલનયનાના મુખ ઉપરની ક્રૂરતા વધતી જતી હોય એમ દેવીસિંહને દેખાયું. તેના ગૂંચવણમાં પડેલા મગજને અત્યારે ઝાંખું ઝાંખું એ પણ યાદ આવ્યું કે પ્રભાતમાં સૂતા પહેલાં દેવીસિંહે પોતે જ જગન્નાથ ભટ્ટનું મસ્તક કાપી કમલનયનાને ભેટ મોકલવાનું કોઈ અનુચરને કહ્યું પણ હતું. એ હુકમ જરાક કમનસીબ હતો એમ તેને અત્યારે લાગ્યું. કદાચ