આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૭ : હીરાની ચમક
 

 ન ખેંચાઉં તો આવતી કાલે બની જાય.’ કર્દમે કહ્યું.

‘તમે ધ્યાનમાં જ રહી શકો, વિશ્વ તરફ દૃષ્ટિ કરવાની તમને જરૂર ન રહે, અને લોભ કે મોહ તમને ઘસડે નહિ એવી સ્થિતિ હું ઉત્પન્ન કરી આપું, તો તમને ફાવે કે નહિ?’ દેવહૂતિએ કર્દમને સહાયભૂત થવાની ઈચ્છા દેખાડી. કર્દમને આ રાજકુમારીનું આપ્તપણું ગમી ગયું. પરંતુ રાત્રિ વધતી હતી, ચંદ્ર આકાશમાં ઊંચે આવતો જતો હતો, એકાંત ગાઢ બનતું જતું હતું, અને યૌવનને ગુંજી ઊઠતાં વાર લાગતી નથી. આ સંજોગોમાં એકલ રાજકુમારીના સદ્દભાવનો કાંઈ પણ ગેરલાભ લેવાય તો એના તપને લાંછન લાગે એમ વિચારી કર્દમે કહ્યું :

‘કુમારી ! આપના સદ્‌ભાવને માટે હું આપનો આભાર માનું છું. આશ્રમમાં જે મળે છે એ કરતાં વધારે સગવડની મને જરૂર તો નથી. છતાં આપની કૃપાભાવના મને જરૂર યાદ રહેશે. એટલે હું આપને સ્થાને પહોંચાડી મારે આશ્રમે પાછો ચાલ્યો જાઉં...ચાલો આપણે પગ ઉપાડીએ.’

‘હું એકલી જઈ શકીશ. મને એકલાં જવું ગમે છે. અને મનુની પુત્રીને વળી વિશ્વમાં ભય શો?... ક્ષમા કરજો, આપનો સમય લીધો તે. પરંતુ આપે હજી આપનું નામ આપ્યું નહિ.’ દેવહૂતિએ કહ્યું.

‘મારું નામ કર્દમ.’ કર્દમે કહ્યું અને તેને ગૌરવભર્યું સહજ નમન કરી દેવહૂતિ ત્યાંથી ચાલી ગઈ.

ઋષિ કર્દમ આશ્રમમાં જઈ સ્વસ્થ બનવા મથન કરી રહ્યા. પ્રભુના અસ્થિર, ભ્રમ સરખા ઝાંખા સ્વરૂપને બદલે તેમની આંખ સામે દેવહૂતિની આકૃતિ તરવરી રહી. અવનવો માનસ ફેરફાર થતો હતો એ પરખી કર્દમ ઋષિએ એ ફેરફાર અટકાવવા વેદસંહિતાના મંત્રો અને ઉપનિષદનાં તાડપત્રો ઉકેલવા માંડ્યાં. પરંતુ વેદના મંત્રોમાં કોણ જાણે કેમ આજ સંધ્યાના અને ઉષાના જ મંત્રો નજર સામે આવતા હતા, અને ઉપનિષદનાં તાડપત્રોમાં કોરાયેલા શબ્દો અને