આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૦ : હીરાની ચમક
 

 શતરૂપાને બહુ ગમી ગઈ. તપદંભી અને તપઘમંડી ઋષિમુનિઓ ઘણી વાર પોતાના તપશ્રેષ્ઠત્વમાં વિનય-વિવેક પણ ભૂલી જતા હતા એનો મનુને અનુભવ ન હોય એમ બને નહિ. કર્દમની સાથે જ પર્ણકુટિ તરફ ચાલતાં ચાલતાં મનુ મહારાજે જવાબ આપ્યો :

‘મહર્ષિ! ક્ષમા તો મારે માગવાની છે અને સંકોચ મને થવો જોઈએ. હું ખબર આપ્યા વગર આપની પાસે આવ્યો છું એ મારો અવિવેક જ છે... પરંતુ આ મારી પુત્રી દેવહૂતિએ મને તમારું પ્રશંસાભર્યું વર્ણન આપ્યું, અને મારા મનમાં એમ જ થયું કે હું મારું પહેલું પ્રભાતનું રાજકાર્ય આપના દર્શનથી જ શરૂ કરું... મારે આશ્રમમાં બેસવું છે અને આપને વધારે ઓળખવા છે.’

મહારાજાની વાણી સાંભળી કર્દમ આશ્ચર્ય પામ્યો. અને તેને એ પણ ખાતરી થઈ કે થોડો સમય પણ આ રાજકુટુંબ તેના આશ્રમમાં બેઠા સિવાય પાછું વળશે નહિ. આશ્રમની પરસાળમાં કર્દમે ત્રણ ચાર દર્ભાસનો પાથર્યાં. અને રેશમ મશરૂની ગાદી ઉપર બેસનાર રાજકુટુંબને દર્ભાસન ઉપર બેસાડી, આશ્રમમાં કેળનાં વૃક્ષો ઊગ્યાં હતાં તેમાંથી પરિપક્વ કદળી ફળ લાવી, દૂધ-દહીં સાથે અતિથિઓ પાસે મૂકી દીધાં, અને કર્દમને પત્રાવલી-પડિયા બનાવવાની સારી આવડત ન હોવાથી દેવહૂતિએ પોતે આશ્રમવાસી મુનિને અતિથિસત્કારમાં સહાય પણ આપી. ચક્રવર્તી રાજકુટુંબને ભૂખ તો હોય જ નહિ, છતાં વિવેક ખાતર ભોજનને ન્યાય આપતાં આપતાં મનુએ કર્દમ ઋષિને વાર્તાલાપમાં રોક્યા:

‘મહર્ષિ! આપનું નામ અને આપની કીર્તિ અમે સાંભળ્યાં છે. આજ આપને નજરે જોઈ અમે પાવન થયાં એવો ભાવ અનુભવીએ છીએ.’

‘આપને પાવન થવું બાકી નથી. આ૫ માત્ર ચક્રવર્તી મહારાજા નથી, આપ તે રાજર્ષિ પણ છો. મારા એકાંતક્ષેત્રમાં આપ પાવન થાઓ એવું શું હોય એ હું સમજી શકતો નથી.’ કર્દમે કહ્યું.

‘આપને પણ એકાંત લાગે ખરું કે મહર્ષિ?’ મહારાણી