આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જીવન : પ્રભુપ્રીત્યર્થે


ચોલા અને પાંડ્ય રાજ્યો દક્ષિણ ભારતનાં ઘણાં પ્રાચીન મહારાજ્યો. ઉત્તર ભારતનાં મહારાજ્યોની માફક દક્ષિણના છેક છેલ્લા ખૂણામાં આવેલાં એ રાજ્યોએ પણ ભારતીય સંસ્કૃતિના વિકાસમાં ભારે ફાળો આપ્યો છે, એ ભારતીય સંસ્કૃતિના અભ્યાસીઓએ સમજવું બહુ જરૂરી છે. કૃષ્ણભક્તિ, રામભક્તિ, શિવભક્તિ જેમ ઉત્તરમાં હતી તેમ જ દક્ષિણમાં પણ હતી. આઠમી સદીથી દક્ષિણ ભારતે જ આપણા મોટા ભાગના આચાર્યો આપ્યા છે.

પાંડ્યવંશના રાજાઓની રાજધાની મદુરાનગરીમાં. બળદેવ નામે એક પ્રજાપ્રિય રાજવી હજાર બારસો વર્ષ ઉપર ત્યાં રાજ્ય કરતો હતો. સારા રાજવીઓનું એક મુખ્ય લક્ષણ એ હતું કે પ્રજાનાં દુ:ખ–સંકટ પોતાની આંખે જુએ અને તેનું તત્કાળ નિવારણ કરે. રાજા વિક્રમની પેઠે અંધારપિછેડો ઓઢવો, રાતમધરાત નગરચર્ચા કરવી, સારાખોટાનું પારખું કરવું, દંભીઓને ઉઘાડા પાડવા, અને દુઃખદર્દનો ત્યાં જ સ્થળ ઉપર, કાગળ પત્રોની રમત વગર, નિકાલ કરવો એ સારા રાજવીઓનું મહત્વનું કામ હતું.

એક વાર પાછલી રાત્રિએ રાજ બળદેવર્મન મદુરાનગરીની શેરીઓમાં છૂપા વેશે ફરતા હતા. ફરતાં ફરતાં તેઓ એકાંત સ્થળ ઉપર આવ્યા. જ્યાં એક વિશાળ વૃક્ષની ઘટા નીચે, જમીન ઉપર, એક પુરુષને સૂતેલો જોયો. રાજાને કુતૂહલ થયું. તેની આખી પ્રજાને અન્ન, વસ્ત્ર અને ઘર ક્યારનાં મળી ચૂક્યાં હતાં. આ ઘર વગરનો માનવી ક્યાંથી અહીં આવી નીચે નિદ્રા લેતો હતો ? એને ખરેખર ઘર