આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૬ : હીરાની ચમક
 

 પાર્વતીના આ માતૃઅભિનયથી આવી ગયાં. હર્ષાશ્રુથી ઊભરાતી આ જગન્માતાએ તેની સામે ધરેલો દૂધનો કટોરો તેણે પી લીધો. એ સદ્‌ભાગ્ય બહુ જ થોડા ભક્તોને પ્રાપ્ત થઈ શકે, ઉપમન્યુનું જીવન આજ સફળ થયું. અંતર્ધાન થતાં થતાં શિવજીએ તેને આશીર્વાદ આપ્યો :

‘ક્ષીરસાગરનો હું તને અધિપતિ ઠરાવું છું.’

પરંતુ સાક્ષાત્ શિવસ્વરૂપનાં દર્શન કરી ચૂકેલા ઉપમન્યુને ક્ષીરસાગર શું પ્રલોભન આપી શકે? શંકરની છાયા ધારણ કરતા હિમાલય ઉપર ઉપમન્યુએ નિવાસ કર્યો અને શંકરનું ધ્યાન ધરતાં ધરતાં તેણે અનેક સ્તોત્રો રચ્યાં અને શિવસ્મૃતિ પણ તેણે રચી. એના આશ્રમમાં નિત્ય ગુંજન થતું હતું કે,

ध्याये नित्यं महेशं रजतगिरिनिभं चारुचंद्रावतं सं
रत्नांकल्पोज्ज्लांगं परशुमृगवराभीतिहस्ते प्रसन्नम् ।
पद्मासीनं समन्तात् स्तुतममरगणैव्यर्धिकृत्ति वसानम्
विश्वाद्यं विश्ववं द्यं निखिलभयहरं पञ्चवक्त्रं त्रिनेत्रम् ।।