આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હીરાની ચમક : ૧૯૭
 

 ખરી. પરંતુ આજ જે પ્રકારનું દાસત્વ કરાવવામાં આવે છે તે પ્રકારના દાસત્વ કરતાં એ યુગની ગુલામગીરી વધારે કઠણ નહિ હોય. ઘણી દાસીઓ તે સખીઓ બની રહેતી,

એ તાપીકિનારે ઝઈનાબાદી રાજમહેલમાં પોતાની માસીને ત્યાં ઔરંગઝેબ આવ્યો. દક્ષિણની અણગમતી સૂબાગીરી પિતાએ તેને માથે મારી હતી; એ સૂબાગીરી સાચવવા દક્ષિણ જતાં જતાં તે ખાનદેશમાં માશીને ત્યાં કેટલાએક દિવસ રહ્યો અને વળી પિતાની ખફગી વહોરી લીધી.

પણ એ ખફગી વહેરવાનું કંઈ કરણ?

ઔરંગઝેબ આવ્યો તેને બીજે જ દિવસે તાપીકિનારે સુંદર બગીચામાં ફરવા લાગ્યો. ઝઈનાબાદ બગીચો ખૂબ ગમી ગયો. વિશાળ બગીચામાં ફરવાના, રમવાના, સંતાવાના અને કારસ્થાનો માટેનાં બહુ બહુ અનુકૂળ સ્થળો હતાં. યુવાન શાહજાદો ફરતાં ફરતાં એક વૃક્ષઘટા પાસે આવી ચઢ્યો. એ ઘટામાંથી હળવું હળવું સંગીત – સ્ત્રીકંઠનું સંગીત ચાલ્યું આવતું હતું. કડક મુસ્લિમ ઔરંગઝેબ સંગીતનો તો દુશ્મન, પણું કોણ જાણે કેમ આજે તાપીના શીતળ પ્રવાહે, તે બગીચાની ઉત્તેજક સૌરભે તેને સંગીત અભિમુખ બનાવ્યો. ધીમું ધીમુ, ઝીણું ઝીણું, ટુકડે ટુકડે ગવાતું ગીત તેને ચોટ લગાડી ગયું.

‘કોણ આવું સુંદર ગાનાર આ બગીચામાં હશે ?’ તેના હૃદયે પ્રશ્ન કર્યો અને તે વૃક્ષઘટાની બહુબહુ નજીક આવ્યો. નજીક આવતાં તેણે જોયું કે એક અદ્‌ભુત સૌંદર્યવતી યુવતી ફરતી ફરતી કાંઈક ગાતી હતી અને ન પહોંચાય એવા વૃક્ષે લટકતાં ફળને તોડવાને માટે વચમાં વચમાં કૂદકો પણ મારતી હતી. ઔરંગઝેબની નજર તે બાજુએ પડી, અને તે જ ક્ષણે એ યુવતીએ એક ફળ તોડવા કૂદકો માર્યો.

શાહજાદો પાંપણ પણ હલાવ્યા સિવાય આ નાનકડી સૌંદર્ય ફાળને નિહાળી રહ્યો. તેણે જાતે ઘણી ફાળો ભરેલી હતી, ઊંચી અને લાંબી. તેણે ઘણા પુરુષ અને સ્ત્રીઓને પણ ફાળ ભરતાં જોયાં હતાં. પરંતુ આ યુવતીની ફાળમાં તેને વાદળામાં ઊડતી, રમતી, કૂદતી