આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૦ : હીરાની ચમક
 

 તે એકલો જ હતો. ઔરંગઝેબનું માનસ હીરા ન ઓળખે એવી અજ્ઞાત ન હતી. એ ય આવી સુંદર વસ્ત્રોમાં સજ્જ થઈને. સંગીતનું એકાદ સાજ પણ તે સાથે લઈ આવી. અલબત્ત, કોઈ પણ સાજિંદા વગર ઔરંગઝેબની ગાદીની સામે તે નમ્રતાપૂર્વક બેસી ગઈ. પોતાના મુખને અર્ધું પોણું ઢાકેલું રાખ્યું.

ઔરંગઝેબે તેની ખબર પૂછી અને તેને સુંદર સંગીત સંભળાવવા વિનંતી કરી. હીરાએ પોતાના કંઠને ખામી ભરેલો જણાવ્યો. શાહજાદા સમક્ષ ગાઈ શકવા જેવી પોતાનામાં આવડત નથી એવી પણ જાહેરાત કરી; અને અત્યંત આગ્રહ થતાં પોતાની નાદુરસ્ત તબિયતનું કારણ પણ હીરાએ બતાવ્યું. અંતે ઔરંગઝેબે કહ્યુ :

‘હીરા ! આ બધા તારા બહાનાં છે. તું જાણે છે કે હું તને સાચા દિલથી ચાહું છું, પછી તું મારી વિનંતીને કેમ નકારે છે?’

‘નામવર ! મારે આપના પ્રેમનું પારખું જોવું છે. આપનો પ્રેમ સાચો હોય તો આપ મારી પણ વિનંતી સ્વીકારો, એટલે હું આપને મનભર સંગીત સંભળાવીશ.’ હીરાએ કહ્યું,

‘’તારે માત્ર શબ્દોચ્ચાર જ કરવાનો રહે છે. માંગ માંગ જે માંગે તે આપું !’ ઔરંગઝેબે કહ્યું.

‘શાહજાદા ! મારે હાથે શરાબનો એક ઘૂંટડો આપ પી લો એટલે બસ. હું જીવનભર આપની દાસી થવાને સર્જાયેલી છું તે સાચી આપની દાસી જ રહીશ.’ હીરાએ પોતાની આંખ ચમકાવી પોતાની માગણી ઓરંગઝેબ પાસે રજુ કરી. ઔરંગઝેબ ચમકી ઊઠ્યો અને બોલ્યો :

‘હીરા ! તને કદાચ ખબર નહિ હોય. પણ મારી આસપાસ શરાબના રંગબેરંગી ફુવારા ઉડે છે છતાં હું સાચો મુસલમાન એક ટીપું પણ મારા દેહ ઉપર પડવા દેતો નથી. તારી આ માગણી હું પૂરી કેમ કરી શકુ ?’

‘તો આપ માલિક છો. હું માત્ર એટલું જ સમજીશ કે શાહજાદાનો મારે માટેનો પ્રેમ ક્ષણિક છે. પળવારમાં પ્રગટ થઈ તે હોલવાઈ