આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬ : હીરાની ચમક
 


સામાન્યત : શરમાળ અમરને માટે આવી તેજસ્વી યુવતીઓમાંથી એકાદ મળી જાય તો અમરનું જીવન આનંદને હીંચોળે ઊછળે એવી ૫ણ તેમના સ્ત્રીત્વની પ્રેરણા ખરી. બને ધનાઢ્યો અને મહાન અમલદાર – એ ત્રણેની એવી ઇચ્છા જરૂર જ હોય કે ધન અને ભણતરથી વિભૂષિત અમરની સાથે પોતાની પુત્રીના લગ્ન થાય. આમ બન્ને પક્ષના માતા પિતાની અનુકૂળતામાં અમરને અને આ ત્રણે યુવતીઓને મળવાના અનેકાનેક પ્રસંગો આવી મળતા હતા. એક વાર માતા અમરને લઈને અતુલાને ઘેર ચા પીવા જાય, તો બીજી વાર સુહાસિનીને ઘેર ચા પીવા બોલાવે અને ત્રીજી વાર સુમંગલાને લઈને ‘પિકનેક’ ઉપર જવાના પ્રસંગો ઊભા કરી શકાય. અને આવા સમારંભમાં ભોજનસમારંભમાં અને ‘પિકનિક’ માં સાથે ફરવાના, સાથે રમવાના, સાથે વાતચીત કરવાના અને જરૂર હોય ત્યારે પોતાની ઊર્મિઓ ઠાલવવાના પ્રસંગો ભરપૂર પડેલા હોય છે. કલાશોખીન યુવકયુવતીઓ એમાં કલાનું પણ પ્રદર્શન કરી શકે; કોકિલકંઠી યુગ્મો સંગીતને પણ રેલાવી શકે; તેજસ્વી બુદ્ધિવાળા યુવકયુવતીઓ ચમકતી વાક્‌પટુતા પણ બતાવી શકે; અને આમ પરસ્પર નજીક આવવાનો સંપૂર્ણ અવકાશ એમાં મળી શકે. તેમાં યે માતાપિતા અનુકૂળ હોય તો આવા પ્રસંગોમાં પ્રેમખજાના ખુલ્લા મૂકી દેવાની પણ સગવડ મળ્યા જ કરે છે; અને મહેન્દ્રપ્રતાપ તથા લેડી સુવર્ણા કુનેહપૂર્વક, અનુભવી ઢબે અને માણસ સ્વભાવને ઓળખીને અમરની આસપાસ આવા પ્રસંગો સારા પ્રમાણમાં સર્જતા. પરીક્ષા પસાર થયાની ખુશાલીમાં તેમણે ત્રણે યુવતીઓને એવી કુનેહભરેલી ઢબે બોલાવી હતી કે થોડો સમય અમર અતુલા સાથે પત્તાં રમી શકે. સુમંગલાનું ગીત સાંભળી શકે અને સુહાસિની સાથે ‘કમ્યુનિઝમ’ અને ‘સોશ્યાલિઝમ’ એની ચર્ચા પણ કરી શકે. અમરે માતાપિતાની ઇચ્છાને સફળ કર્યા જ કરી હતી. આમાંથી કોઈ પણ યુવતી સાથે તે કલાકોના કલાક ગાળી શકતો હતો; છતાં હજી સુધી એ ત્રણેમાંની એક યુવતી પ્રત્યે તેનામાં ઉર્મિ પ્રગટ થઈ હોય એમ માતાને પિતાને લાગ્યું નહિ. આ વસ્તુ ખરેખર નવાઈ જેવી