આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮ : હીરાની ચમક
 


કાંઈ? ચાલ, ઊભો થા. તારી મા તારા વગર એવી ટળવળે છે કે તને દયા આવશે !’

‘હા, જી ! હું પણ માને અને આપને મળવાને ઝૂરું છું. પણ હું... હું જરાક ઘેર ખબર કરતો આવું.’ અમરે કહ્યું.

‘અરે હા ! તું તો પરણ્યો છે પેલી નંદિનીને, ખરું ને? ચાલ હું એને જોઉં, એ કેમ ઘર ચલાવે છે તે.’

પિતાપુત્ર બહાર નીકળ્યા. વાત જોતજોતામાં ફેલાઈ ગઈ છે ખોવાયેલે પુત્ર આ શુકનિયાળ સ્થળે શેઠસાહેબને મળ્યો અને હર્ષના પોકારો વચ્ચે ઘડી ઘડી આંખ મીંચતા, પુત્રને વાસે વારંવાર હાથ ફેરવતા સહુના જયજયકાર વચ્ચે તે કારકુન અમરની એારડી તરફ જતા હતા.