આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૦

ઈશુ ખ્રિસ્ત

બોલાવીને કહ્યું, ' તારે વિષે આવી ફરિયાદ કેમ આવે છે? માટે હું તારો હિસાબ જોવા માંગું છું, અને તને રજા અપવા માગું છું.'

ત્યારે તે કારભારી વિચાર કરવા લાગ્યો, 'હવે હું શું કરું? શેઠ મને રજા આપશે તો હું કેમ દહાડા કાઢીશ? કારણ, હું કોદળી ચલાવી શકતો નથી, અને ભીખ માગતાં શરમાઉં છું. માટે મારે કાંઈક કરવું જોઈએ કે જેથી મને રજા મળે તો લોકો મને પોતાના ઘરમાં આશરો આપે.'

એમ વિચારી તે શેઠના એક દેવાદારને ત્યાં ગયો, અને તેને પૂછ્યું, 'બોલ તારે મારા શેઠને કેટલા દેવા છે?' ત્યારે તેણ જવાબ આપ્યો, 'સો પીપ તેલ.' ત્યાતે તે કારભારી બોલ્યો, 'ચાલ, ઉતાવળ કર અને તારો આંકડો લાવ, અને તેમાં સોને બદલે પચાસ પીપ લખ.'

તે જ રીતે તે બીજા દેવાદારને ત્યાં ગયો, અને તેને પણ પૂછ્યું કે, 'તારે મારા શેઠને શું દેવાનું છે?' ત્યારે તેણે જવાબ આપ્યો કે, 'સો મણ ઘઉં.' ત્યારે કારભારીએ કહ્યું તારો આંકડો લાવ, અને તેમાં એંશી મણ કરી નાંખ.'

જ્યારે શેઠે આ વાત જાણી, ત્યારે તેણે કારભારીનાં વખાણ કર્યાં; કારાણકે તેણે પોતાનું હિત સાધવામાં ડહાપણ વાપર્યું હતું. આવા વિષયમાં દુનિયાના માણસો ભક્ત માણસો કરતાં વધારે દક્ષ હોય છે.

૧૫. કાજી અને વિધવા

એક નગરમાં એક મોટો કાજી રહેતો હતો. તે નહોતો ઈશ્વરથી ડરતો કે નહોતો કોઈ માણસથી. હવે ત્યાં એક