આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૬
ઈશુ ખ્રિસ્ત
મીઠું જ મોળું થાય તો તેને શાથી સુધારાય? તેમ મુખ્ય માણસો જ મોળા પડે તો શું કરી શકાય?
સંત પોતાના ઘરમાં પૂજાતો નથી.
ભાવાનની ઇચ્છા હોય તો નકામો ગણાયેલો પથરો મંદિરને શિખરે જઈ ચડે છે.
સમૃદ્ધિમાંથી આપેલું દાન તંગીમાંથી આપેલા દાન આગળ નજીવું છે.
ઈશ્વરને ત્યાં શ્રેષ્ઠ અને તે જ આગેવાન જેની પરિચર્યા અને સેવા સૌથી વધારે.
(એક માણસે પોતાના ઘરની વ્યવસ્થા કરી આવી પછી ઈશુના સાથી થવા ઇચ્છા દર્શાવી. તેને ઈશુએ કહ્યું-_ હળ પર હાથ મૂક્યા પછી જે પાછું વળીને જુએ, તે ઈશ્વરના ધામનો અધિકારી થઈ શકતો નથી.
ભણેલા અને ડાહ્યાઓથી ઈશ્વર જે સંતાડે છે, તે બાળકોને દેખાડે છે.
દીકરો રોટી માગે તો કયો બાપ તેને પથરો આપશે? અથવા માછલી માગે તો સાપ આપશે? અને ઈંડું માગે તો