આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૭
સુભાષિતો
વીંછી? તો ભગવાન તેથીયે વધુ કરે તેમાં શી નવાઈ ! તમે નાશવંત વસ્તુ માગશો તોયે તે અવિનાશી વસ્તુ આપશે.
જે તલવાર ઉગામશે તે તલવારથી જ મરશે.
જેટલે વાગ્યે ચોર આવશે એમ જો માલિક જાણતો હોય તો ચોરી થવા દે નહિ, અને અમુક વાગ્યે જ ચોરથી સાવધ રહેવું એમ કોઈ સમય બાંધી શકે નહિ.
ઈશ્વરનું ધામ આંખેથી નિહાળી શકાય કે આંગળીથી ચીંધી શકાય એવું નથી. તે તમારી અંદર જ છે.
પુનર્જન્મ થયા વિના ઈશ્વરના ધામમાં જઈ શકાતું નથી. શરીરથી શરીર ઉત્પન્ન થાય છે. આત્માથી આત્મા. પુનર્જન્મ એટલે શરીરનો નહિ, પણ આત્માનો (જ્ઞાન તથા શ્રદ્ધા દ્વારા).