આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જ માનવાને આગ્રહ રાખીએ અને, ધારો કે, તેમાં આપણી ભૂલ થાય તો? જે વાતો ગ્રંથોમાં લખી છે તે અક્ષરસઃ સાચી હોય, અને આપણે તેને છોડીએ તો આપણા ભવિષ્યમાં કેવા હાલ થાય? આપણી અવગતિ થાય તો?

આમ અવગતિનો ડર એ જ વિવેકબુદ્ધિને શુદ્ધ કરવામાં અંતરાયરૂપ થાય છે. મનુષ્યને મરણ પછી પોતાનું અસ્તિત્ત્વ જાળવી રાખવાની અને તેનેયે ઐશ્વર્યવાન અને સુખમય કરવાની એટલી બધી હોંશ છે કે, તે તેને માટે અનેક પ્રકારની સુખદુઃખની રમ્ય કે ભયાનક સૃષ્ટિઓ કલ્પનાથી રચે છે. ઈશ્વરની એને ઝાઝી પરવા નથી, એનાં સ્વર્ગ અને નરકની વધારે ચિંતા છે. અને સ્વર્ગપ્રાપ્તિ અને નરકનિવારણ માટે જ તે ઈશ્વરને સ્વીકારે છે. પણ તે ઈશ્વરને સ્વીકારીને સમજી તો શકતો નથી. તેથી જેને એ કાંઈક સમજી શકે છે તેવા માણસોને વળગે છે. અને તેને ઈશ્વરની જગ્યાએ બેસાડી, તેમનાં વચનોને અનુસરે છે.

પણ જો માણસ સન્માર્ગને - તે વિવેકબુદ્ધિથી સત્ય અને સારો છે તે વિચારથી જ - અનુસરે, અને કુમાર્ગને - તે અસત્ય અને ખરાબ હોવાથી જ - છોડે, અને મર્યા પછી તેનો કશો બદલો મેળવવાની ઈચ્છા કે શું થશે તેની ચિંતા જ ન કરે, તો એને પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરતાં કશી મુશ્કેલી ન લાગે. પ્રામાણિકપણે ભૂલ કરતાં એને અચકાવાની જરૂર ન રહે.

ઉપનિષદના ઋષિઓ, વ્યાસ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, ઈશુ, મહમ્મદ, નાનક, કબીર, સૉક્રેટીસ, કોન્ફૂશિયસ,